ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું સ્થાપન કરી અને પર્યાવરણ બચાવવા દરેક ગણપતિ મંડળો સહકાર આપે:કલેકટર રવિશંકર

ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું સ્થાપન કરી અને પર્યાવરણ બચાવવા દરેક ગણપતિ મંડળો સહકાર આપે:કલેકટર રવિશંકર

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ ગણપતિમહોત્સવ નું મહત્વ ખુબ વધી રહ્યું છે,અને કેટલાય મિત્રમંડળો, અને ગ્રુપ દ્વારા ગણપતિ પંડાલોની સ્થાપના કરવામાં આવતી હોય છે,પણ ગણપતિની મૂર્તિ સ્થાપના સાથે કોઈ વાંધો ના હોય શકે પરંતુ પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરીસમા થી બનતી મૂર્તિઓ થી ખાસ તો મૂર્તિઓ દરિયામાં વિસર્જન કર્યા બાદ દરિયાઈ જીવશ્રુષ્ટિને મોટું નુકશાન થઇ રહ્યું છે,જેને લઈને સર્વોચ્ય અદાલત દ્વારા પણ પીઓપી ની મૂર્તિઓ ને દરિયામાં વિસર્જન ના કરવા પણ ચુકાદાઓ આપવામાં આવ્યા છે,ત્યારે જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર રવિશંકરના વડપણ હેઠળ આ વખતે ગણપતિ મહોત્સવ દરમિયાન માત્ર ને માત્ર નેચરલ એટલે કે ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના થાય તેના પર ભાર મુકવામાં આવી રહ્યો છે,

જેના ભાગરૂપે આજે શહેર ના ટાઉનહોલ ખાતે જામનગર વહીવટીતંત્રના અધિકારીઓ અને ગણપતિ મંડળના સંચાલકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શહેર પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી દ્વારા વિડીયો અને ફોટો પ્રેજેન્ટેશનના માધ્યમથી કઈ રીતે પીઓપીની મૂર્તિઓ દરિયાઈ જીવશ્રુષ્ટિ માટે હાનીકારક છે,તેઅંગેની વાત ઉપસ્થિત સમક્ષઊંડાણપૂર્વકમૂકીહતી,
તો જીલ્લા કલેકટર રવિશંકર દ્વારા પ્રદુષણમુક્ત અને પર્યાવરણ પણ જળવાઈ રહે દરિયાઈ જીવશ્રુષ્ટિ સહીત માનવ જીવશ્રુષ્ટિ ને પણ નુકશાન ના થાય તે રીતે મંડળો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરે અને બને ત્યાં સુધી માટીની મૂર્તિઓનું નિર્માણ કરી અને પર્યાવરણ બચાવવા માટે સહયોગી બને તેવી વાત કરી હતી,વધુમાં કલેક્ટરે પીઓપી ની મૂર્તિઓ દરિયામાં વિસર્જન કર્યા બાદમા તેની સ્થિતિ પાણીમાં ના ઓગળવા ના કારણે શું થાય છે તે અંગેની જાણકારી પણ લોકોને આપતા મુદાઓ વર્ણવાયા હતા,

કલેકટર રવિશંકરે આ વખતે શહેર અને જિલ્લામાં સુપ્રિમકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન થશે અને અત્યારથી જ પીઓંપી ની મૂર્તિઓ બનાવતા લોકો અટકાય અથવા જો નહિ અટકાય તો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરી અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં થી બનતી મૂર્તિઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ થી ધર્મ સાથે પ્રકૃતિનું પણ રક્ષણ થાય તેના માટેના આ પ્રયાસમાં તમામ ગણપતિ મંડળો પણ જીલ્લા વહીવટી તંત્રને સહકાર આપી અને પર્યાવરણ બચાવે તેવી અપીલ પણ કલેકટર રવિશંકર દ્વારા કરવામાં આવી હતી,

આજે યોજાયેલ આ પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમમા કલેકટર રવિશંકર, ઉપરાંત કમિશ્નર એસ.વી.પટેલ, અધિક કલેકટર આર.વી.સરવૈયા, પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, શહેરના સામાજિક અગ્રણી જીતુભાઈ લાલ, ડીવાયએસપી એ.પી.જાડેજા,મામલતદાર નંદાણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.