Mysamachar.in-જામનગર:
જામનગરમાં ખાનગી શાળાઓ નીતિનિયમોને નેવે મુકીને બેરોકટોક શિક્ષણકાર્ય ચલાવી રહી છે, અને જીલ્લા શિક્ષણાધિકારી સહિતની કચેરીનો સ્ટાફ આંખે પાટા બાંધીને બેઠો છે, રણજીતસાગર રોડ પટેલપાર્ક નજીકની મોદી સ્કુલ ની મંજુરી નથી છતાં પણ ધમધમી રહી છે, આખું તંત્ર જાણે છે, છતાં પણ જામનગરથી માંડીને ગાંધીનગર સુધીના શિક્ષણ વિભાગને ખિસ્સામાં લઈને ફરતી આ શાળા સામે સ્થાનીકકક્ષાએ થી કોઈ પગલા લેવામાં નથી આવતા તેવી ચર્ચાઓ શિક્ષણવિભાગના સૂત્રોમાં ચાલી રહી છે, એવામાં શરુસેક્શન રોડ નજીક આવી જ એક ખાનગી શાળા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, અને આ શાળા પાસે પણ મેદાન સહિતની ઘણી અનિયમિતતાઓ છે, અને શાળામાં કામ કરતા શિક્ષકોનું શોષણ પણ કરવામાં આવી રહ્યા નું સામે આવે છે, શિક્ષકોના પગારની અમુક રકમ ડીપોજીટ તરીકે પણ ગેરકાયદેસર રાખવામાં આવે છે, સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી થઇ રહી છે, તે ચકાસણી પૂર્ણ થયે આ શાળાનું નામ અને તેના કારનામાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં જાહેર કરવામાં આવશે.