“મહા”ઇફેક્ટ: દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા તથા બીચ વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો 

“મહા”ઇફેક્ટ: દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠા તથા બીચ વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

હવામાન વિભાગ દ્વારા ‘મહા’ વાવાઝોડાની આગાહી કરવામાં આવેલ છે. જે મુજબ આજ તા.૦૬-૧૧-૧૯ના મોડી રાત્રીથી તા.૦૭-૧૧-૧૯ અને ૮-૧૧-૧૯ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની મહતમ અસર થવાની સંભાવના છે. તેમજ આ દિવસો દરમ્યાાન ૭૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેલ છે.  દેવભૂમિ દ્વારકા જિલ્લો  દરિયા કિનારા પર આવેલ હોય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આવેલ દ્વારકા તાલુકાના શીવરાજપુર ગામે આવેલ બીચની તેમજ પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ ગોમતી ઘાટ તેમજ ધાર્મિક સ્થળોની બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ તથા શહેરીજનો મુલાકાત લેતા હોય છે. આથી અરબી સમુદ્રમાં મહા સાયકલોન ઉત્પન્ થયેલ હોય અને આ સાયકલોનના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અધિક જિલ્લાા મેજીસ્ટ્રેટ દેવભુમિ દ્વારકાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલ સમગ્ર દરિયા કિનારા તેમજ બીચ જેવા વિસ્તારોમાં ૮-૧૧-૧૯ સુધી કોઇપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું છે.