Mysamachar.in-જામનગર
જામનગર સહિત વિશ્વભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે જામનગર સહિત દેશવાસીઓ દ્વારા તેમજ વિવિધ કંપનીઓ ઔદ્યોગિક એકમો સામાજિક સંસ્થાઓ યુવક મંડળ દ્વારા આ મહામારીને નાથવા માટે આર્થિક સહાયનો ધોધ મુખ્યમંત્રી રાહત ફંડમાં વર્ષાવી રહ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના લોકોને તેમની સહાય જેમ કે રાશન, દવાઓ, સરળતાથી પહોંચી જાય તે માટે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને શહેરના જે લોકોને આર્થિક સહાય આપી હોય આપવી હોય તેઓ માટે જામનગર જિલ્લાની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્રાન્ચના નીચે જણાવેલ રાજકોટ નાગરિક સહકારી બેંકના એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવવા અપીલ કરી છે.
Indian Red Cross Society,jamnagar District Branch
Bank : Rajkot Nagrik Sahkari Bank Limited
A/C No. – 057003800000178
IFSC Code – RNSB0000001