....તો આ કારણે ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવી લેવાઇ

....તો આ કારણે ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવી લેવાઇ
ફાઇલ તસવીર

Mysamachar.in-મોડાસાઃ

રાજ્યના પોલીસ વડાએ અચાનક આંતરરાજ્ય બોર્ડર પર સ્થિત ચેકપોસ્ટમાંથી પોલીસ ટીમ હટાવી લેવાના નિર્ણયથી સૌકોઇ ચોંકી ગયા હતા. એક તરફ થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે, બીજી બાજુ પાડોશી રાજ્યમાંથી મોટા પાયે દારૂ ઘૂસાડવામાં આવી શકવાની લોકોમાં ચર્ચા પણ જાગી છે. ચેકપોસ્ટ પરથી પોલીસ હટાવવાના નિર્ણયથી બૂટલેગરોને છૂટોદોર મળી જવાની શંકા પણ વ્યક્ત કરાઇ છે. જો કે તમામ અટકળો વચ્ચે નીતિન પટેલે ખુલાસો કર્યો છે. મોડાસા શહેરમાં વિવિધ સરકારી કામોના લોકાર્પણ અર્થે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આરટીઓ ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ટ્રાફિક થતો હોવાથી મોટા પ્રમાણમાં ગેરરીતિ પણ થતી હતી. જેના કારણે સરકારી તિજોરીને પણ ફટકો પડતો હતો. જેનો લાભ અન્ય લોકો લઇ જતા હતા. હાલ પ્રાયોગિક ધોરણે આ હિમ્મતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે રાજ્ય સરકારે 16 આરટીઓ ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી ગુજરાતની આંતરરાજ્ય અને જિલ્લાની આંતરિક ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનો રાજ્ય પોલીસ વડાના આ આદેશે ભારે ચર્ચા જગાવી હતી.