ઓનલાઇન દવાઓના જોખમી વેંચાણ

ઓનલાઇન દવાઓના જોખમી વેંચાણ

Mysamachar.in-જામનગર:

જામનગર સહિતસમગ્ર દેશમા અન્ય ચીજ વસ્તુઓની જેમ દવાઓ પણ ઓનલાઇન વેંચાઇ રહી છે જેમા એક રીતે મુળ કાયદાનો તો ભંગ છે જ પણ બીજી રીતે જોઇએ તો પ્રતિબંધની જોગવાઇઓ ન હોવાથી આ ધંધો વિકસતો જ જાય છે, ગ્રાહકોના જણાવ્યા મુજબ ઓનલાઇન પ્રીસ્ક્રીપ્શન અપલોડ કરીએ તો ૨૫ થી ૩૦% જેટલા ભાવથી ઘેર બેઠા મળી જાય છે,.. અને દેખીતુ છે હાલના સમયમા ખોરાક કરતા દવા મહત્વની બની ગઇ છે કેમકે ૫૦% લોકો થોડી ઝાઝી દવા લેતા જ હોય છે. તેમાંય એસીડીટી, દુખાવા, વીટામીન, ઉંઘની વગેરે દવાઓ તો ખુબ જ જરૂરી થઇ ગઇ છે, તેમજ હાર્ટની તકલીફ મગજની તકલીફ પાચનની કે એને રીલેટેડ બીજી તકલીફોની રેગ્યુલર દવાઓ મહિને હજાર બે હજાર કે ત્રણ હજારની દવા લેનારને ફાયદો થાય તો ઓનલાઇન જ દવા લે જોકે સ્થાનીક માર્કેટમાં હવે ૧૦% ડીસ્કાઉન્ટ ઘણા દુકાનદારો સ્પર્ધામા ટકવા આપી રહ્યા છે, પરંતુ ઓનલાઇન દવા વેંચનારા તેથીય વધુ ફાયદો આપે છે,

બીજી તરફ નિષ્ણાંતોના જણાવ્યા ફુડ એન્ડ ડ્રગ્સ એક્ટ તેના રૂલ્સ મુજબ દવા વેંચાણના નિયમો ફીક્સ છે ખાસ કરીને ફાર્માસીસ્ટની હાજરીમા તેના ઓબર્ઝર્વેશન અને તેની સહિવાળા બીલથી જ દવા વેંચી શકાય છે, હવે ઓનલાઇનમા કોણ જોવા જશે કે આવી રીતે દવા આવે છે કે નહી... ઉપરાંત શેડયુઅલ ડ્રગ્સ કે જેમા પ્રીસ્ક્રીપ્શન સહિતના રેકર્ડ રાખવાના છે તેવી ઘેન કારક નશા કારક વગેરે દુખાવા મગજની દવાઓ ઓનલાઇન બેરોકટોક મળે જ છે, જે એક રીતે ચિંતાજનક છે, કેમ કે ભલે પ્રીસ્ક્રીપ્શન અપલોડ થાય પરંતુ ફરીથી પણ ડોક્ટરને પુછ્યા વગર ગ્રાહક કે દર્દી આવી દવાઓ ખરીદતા રહે જેની લાંબા ગાળે આદતથી નુકસાન પણ થઇ શકે છે.

-સરકારમા ઇફાર્મસી કન્સેપ્ટ વિચારણા હેઠળ

આમ જોઇએ તો મોટા ભાગના જુના કાયદા વખતે ટેકનોલોજીના વિકાસની સંભાવના ધ્યાને ન આવી હોય માટે ઇ ફાર્મસી  અંગે જોગવાઇ ન કરી હોય પરંતુ તેમ છતા આ બાબતની અમુક ગંભીરતા લઇને સરકારે સેમીનાર  ચર્ચા પરિસંવાદ  નિષ્ણાંતોના અભિપ્રાય લેવા વગેરે દિશામા ગતિવિધી કરી છે...અમુક નોટીફીકેશન કરાયા છે પરંતુ કોઇ કડક પ્રતિબંધ નથી તેથી બેરોકટોક ચાલે છે અમુક રાજ્યોની વડી અદાલતો એ ઇ ફાર્મસીનો કન્સેપ્ટ ગેરકાયદે ગણાવતા જજમેન્ટ આપ્યા છે, પરંતુ અમલવારી નથી તેમ પણ  નિષ્ણાંતો ઉમેરે છે,

-વેપારીઓની વેદના...

દવા વેંચનાર વેપારી પાસે પુરતી રેન્જ ન હોય તો ગ્રાહક બીજે જતો રહે તો વળી વધતી જતી બ્રાંન્ડ અને નવા ઉમેરાતા ડ્રગ્સના કારણે વધુ ને વધુ રેન્જ રાખવી પડે છે ક્યા ડોક્ટર કઇ દવા લખશે તે નક્કી ન હોય બીજુ મોટેભાગે દવાની આખી પટ્ટી જ વેંચવી તેને તોડવી નહી તેવો વણલખ્યો અને કોઇ વિસ્તારમા રેકર્ડ ઉપર નિયમછે, પરંતુ સ્થાનીક વેપારીઓ આ સુવિધા આપે છે જેથી ગ્રાહક જતા ન રહે પરંતુ તેમ છતા ઓનલાઇન ખરીદી વધતી જાય છે વળી જંગી રોકાણ લગત વિભાગોના ઇન્સ્પેક્શન મેન્ટેનન્સ અન્યખર્ચ કરવા છતા ઘરાકી ઘટી છે...વધતી નથી હા એકલ દોકલ દવા ખરીદીની ગીરદી દેખાય છે તેમજ ખરીદ શક્તિ ઓછી હોવાથી લોકો પ્રિસ્ક્રીપ્શન મુજબ પુરી દવા ન પણ ખરીદે આવી મંદી ઉપરથી ઓનલાઇન વેંચાણ વધતા આગળ જતા મેડીકલ સ્ટોર્સમાં થી કદાચ પેંકીગથી ઓછી દવા ન પણ મળે એવુ બનીશકે છે.