કોરોના ઈફેક્ટ: ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી મોકૂફ 

કોરોના ઈફેક્ટ: ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણી મોકૂફ 

Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં આગામી 26મી માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ગીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે.ગુજરાત સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને હાલ પૂરતું મોકૂફ કરવા કેંદ્રીય ચુંટણી પંચને વિનંતી કરવામાં આવી હતી, જેના થકી આજે કેન્દ્રિય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યસભાની ચાર બેઠકો માટે 26 માર્ચે મતદાન થવાનું છે. જેમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.