કોરોના વાયરસ:રેલ્વે વિભાગ પણ હરકતમાં...આવી તો કરી લીધી તૈયારીઓ...

કોરોના વાયરસ:રેલ્વે વિભાગ પણ હરકતમાં...આવી તો કરી લીધી તૈયારીઓ...

Mysamachar.in:રાજકોટ 

હાલમાં દેશ દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે વાઈરસથી બચવા માટે શક્ય તમામ પ્રયાસો તમામ સ્તરે કરવામાં આવી રહ્યા છે, ત્યારે રેલ્વે વિભાગ દ્વારા પણ જરૂરી તમામ વ્યવસ્થાઓ કોરોના સામે ઉભી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, રેલ્વેએ જાહેર કરેલ યાદી મુજબ રાજકોટ રેલ્વે ડીવીઝન હેઠળ આવતા રાજકોટ અને હાપા રેલ્વે હોસ્પિટલમાં 14 બેડ સાથેનો આઈસોલેશનવોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, ઉપરાંત રાજકોટ, ઓખા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને વાંકાનેર સ્ટેશન માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે,

તો આઈસોલેશન વોર્ડ ની દેખરેખ માટે કાર્યરત સ્ટાફની પણ સલામતી રહે તે માટે માસ્ક, અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે,વધુમાં લોકોમાં કોરોનાને લઈને જાગૃતિ આવે તે માટે પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે, તો ચાલુ ટ્રેન દરમિયાન ટીકીટચેકરને પણ મુસાફરોમાંથી જો કોઈ શંકાસ્પદ જણાઈ આવે તો મેડીકલ વિભાગને આ અંગેની જાણ કરીને તેની તપાસણી થાય તેવી સૂચનાઓ પણ અપાઈ છે.આમ કોરોના સામે હવે રેલ્વેવિભાગે પણ સતર્કતા ના પગલા ભર્યા છે.