સગીરાએ ઝેર પીધું અને ખબર પડી કે તેને છે સવામાસનું ગર્ભ...

સગીરાએ ઝેર પીધું અને ખબર પડી કે તેને છે સવામાસનું  ગર્ભ...
symbolic image

Mysamachar.in-જામનગર

જીલ્લાના લાલપુર તાલુકાના વાવડી વિસ્તારમાં એક 14 વર્ષીય સગીરા ગત શનિવાર સાંજના સમયે કોઈપણ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર દરમિયાન તેની મેડીકલ તપાસણીમાં સામે આવ્યું કે સગીરાના ગર્ભમા સવા માસ જેટલું ગર્ભ છે, જે લાલપુર પોલીસ સ્ટાફ પણ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી આવી ને સગીરાની પૂછપરછ દુષ્કર્મ સંદર્ભે શરુ કરતા સગીરાએ પોલીસ સમક્ષ વર્ણવ્યું કે...

આજથી સવા માસ પૂર્વે ખડબા ગામની સીમ નજીક રઘુભા જાડેજાની વાડીની ઓરડીમાં હરિયો ઉર્ફે ભવન બારિયાએ સગીરાને વાડીમાં આવેલ ઓરડીમાં લઇ જઈને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, અને આ વાતની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, આમ સગીરા પર દોઢેક માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાનું સામે આવતા લાલપુર પોલીસે સગીરાની માતાની ફરિયાદ ને આધારે આરોપી હરિયો ઉર્ફે ભવન બારિયા સામે બળાત્કાર, પોસ્કો, સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.