ભાણવડની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ

ભાણવડની યુવતીનું અપહરણ અને દુષ્કર્મ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

રાજ્યમાં  દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓમાં વધુ એક વધારો થયો છે, દ્વારકા જીલ્લાના ભાણવડ ગામે રહેતી એક યુવતીના અપહરણ અને દુષ્કર્મ આચર્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ભાણવડ તાલુકાના શિવા ગામે રહેતો જીગ્નેશ રાવલીયા નામના શખ્સે ભાણવડની એક યુવતીને પોતાની મોટરસાઈકલ પર બળજબરીથી બેસાડી દઈ તેનું અપહરણ કરી લઇ ગયા બાદ લગ્નની લાલચ આપી એક થી વધુ વખત દુષ્કર્મ આચરી અને જો યુવતી આ બાબતે કોઈને જાણ કરશે તો તેણીના માતાપિતા ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદ ભાણવડ પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.