Mysamachar.in-જામનગર:
આપણા રાજ્ય અને દેશમાં બાળકોને મજુરી પર રાખવા પર પ્રતિબંધ છે, તેના નિયમો પણ અલગ છે, કાયદાઓ પણ અમલમાં છે, છતાં કેટલાક લોકો ચોરીછુપી નાનીવયના બાળકોને બાળમજુરી પર રાખીને કાયદાનો ભંગ કરે છે, ત્યારે જામનગર શ્રમ આયુક્તની કચેરીના અધિકારી દ્વારા ગુરુદ્વારા નજીક શુભ નામની બાંધકામ સાઈટ પર ૧૪ વર્ષથી ઓછી વયના બાળક ને કામ કરાવવામાં આવી રહ્યાની માહિતી પરથી થઇ રહેલ સાઈટના ભાગીદાર મિહિર ભદ્રા વિરુદ્ધ ઘી ચાઇલ્ડ લેબર એમેડમેન્ટ એક્ટ ૧૯૮૬ ની કલમ ૩ હેઠળ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના શ્રમયોગીઓને કામે રાખી તેની પાસે કામ કરાવવા સબબ સીટી બી ડીવીઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.