સુરત:કામરેજ પોલીસ મથકના પીઆઈ સહીત ૬ સામે ૧૪ કરોડની છેતરપીંડી ની નોંધાઈ ફરિયાદ 

સુરત:કામરેજ પોલીસ મથકના પીઆઈ સહીત ૬ સામે ૧૪ કરોડની છેતરપીંડી ની નોંધાઈ ફરિયાદ 

mysamchar.in-સુરત:

બીટકોઈન મામલે દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે..ત્યારે બીટકોઈનમા રોકાણ કરવાના બહાને છેતરપીંડી કરનાર કામરેજ પોલીસ મથકના પીઆઈ લવ ડાભી સહીત છ શખ્સો સામે ૧૪ કરોડની છેતરપીંડી ફરિયાદ છે...બોગસ વેબસાઈટ બનાવી બીટકોઈન રોકાણ કરવાની લાલચ આપી અને ફરિયાદી એ બીટકોઈન ખરીદ કર્યા હતા..પણ બાદમાં તેને મળવા જોઈતા રૂપિયા પરત નહિ મળતા તેના અંદાજે ૧૪ કરોડ જેવી રકમ સલવાઈ જતા ફરિયાદી એ પોલીસ ઇન્સ્પેક્ટર ડાભી સહીત ૬ શખ્સો સામે છેતરપીંડી ની ફરિયાદ કરતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે..
રાજ્યમાં ચાલી રહેલ બીટકોઈન પ્રકરણમાં એક બાદ એક પોલીસ અધિકારીઓની ભૂમિકા નું સામે આવવું રાજ્યના પોલીસ વિભાગ માટે શરમજનક કહી શકાય તેવી બાબત પણ છે..