Mysamachar.in-જામનગર:
થોડા સમય પૂર્વેની એ ઘટના કદાચ જામનગરમાં લોકોને યાદ હશે કે પંચવટી કોલેજમાં પોફેસેર ને કાતર ઝીંકી દઈને હુમલો કરનાર વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાઈ હતી, ત્યાં જ વધુ એક વખત શિક્ષક જેને આપને ગુરુ કહીએ છીયે તેના પર હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી ની ફરિયાદ વિદ્યાર્થી સામે જ નોંધાઈ છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો..
જામનગર નજીક દિગ્વિજય ગ્રામ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે સિક્કા ખાતે કાર્યરત છે, જેમાં યોગેશ લખમણભાઇ સિધવ જે સીકકા પંચવટી સોસાયટીનો રહેવાસી છે, અને આ કોલેજમાં એસ.વાય બી.કોમ મા અભ્યાસ કરતો હોય તે ચાલુ કલાસે પરમીસન લીધા વગર અદર કલાસમા પ્રવેશ કરતા ફરિયાદી હેતલબેન ભટ્ટે યોગેશ મોડો આવેલ હોય જેથી પિરીયડ પુરો થાય પછી આવવા કહેતા તે ધરારથી કલાસમા પ્રવેશ કરી ઉશ્કેરાઇ જઇને પ્રોફેસર હેતલબેનને ગાળો ભાંડી ફરજમા રૂકાવટ કરી હતી, તો કોલેજના પ્રિન્સિપાલ વચ્ચે પડતા તેનો હાથ પકડી તેની સાથે પણ યોગેશે ઝપાઝપી કરી પછાડી દઇ તેના પર પણ હુમલો કરી તેને પણ ગાળો ભાંડી અને શરીરે ઈજાઓ પહોચાડી હતી, ફરીયાદી હેતલબેન અને પ્રિન્સીપાલને જાનથી મારી નાખવાની ધમકી, ફરજમાં રુકાવટ, હુમલા સહિતની કલમો હેઠળ સિક્કા પોલીસ મથકમાં હેતલબેનની ફરિયાદ ને આધારે ગુન્હો નોંધી તપાસ તજવીજ શરુ કરી છે.