નેવી બેન્ડની આ સુરાવલીઓ છે સાંભળવા જેવી..VIDEO ક્લીક કરો

mysamachar.in-જામનગર

જામનગર માં આવેલ આઈએનએસ વાલસુરા નેવી મથક દ્વારા નેવી ડે ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન દરવર્ષ ખુબ સફળતાપુર્વક કરવામાં આવતું હોય છે,જે કાર્યક્રમોના ઉપલક્ષ્યમા ગઈકાલે સાંજે જામનગરની શાનસમા લાખોટા તળાવની પાળ પર આવેલ એમ.પી થીયેટર ખાતે  નેવી બેન્ડ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું, .

જેમાં દેશ ની દરિયાઈ સુરક્ષા કરતા જવાનો એ સંગીતમય સુરાવલીઓ લેહરાવીને  વાતાવરણ ને દેશભક્તિમય બનાવી દીધું હતું.સામાન્ય બેન્ડ ને સાંભળવું અને નેવી બેન્ડ ને સાંભળવું તેમાં બહુ મોટો ફરક છે.નેવી બેન્ડ ને સાંભળવું એક લ્હાવાથી કમ નથી,ત્યારે જામનગર માં યોજાયેલ આ બેન્ડ કોન્સર્ટ મા જવાનો દ્વારા હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી અને દેશભક્તિ આમ તમામ ધૂન પર પ્રેક્ષ્કો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા..ગઈકાલે યોજાયેલ આ કાર્યક્રમમા રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંધ સહીત જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કેવી હતી આ સુરાવલીઓ તે સાંભળવાનો લ્હાવો લેવા ઉપરનો વિડીયો ક્લીક કરો..