૧૨ સાયન્સના પરિણામોમા બ્રિલિયન્ટ સ્કુલે માર્યું મેદાન..

૧૨ સાયન્સના પરિણામોમા બ્રિલિયન્ટ સ્કુલે માર્યું મેદાન..

Mysamachar.in-જામનગર:

આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના પરિણામો જાહેર થયા છે,ત્યારે જામનગર શહેરને બોર્ડની પરિક્ષાઓના પરિણામોમા અવ્વલ રાખનાર બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલ્સે આજે વધુ એક વખત મેદાન માર્યું છે,જાહેર થયેલા પરિણામોમા બ્રિલિયન્ટનું પરિણામ ખુબ ઊંચું આવ્યું છે,ત્યારે જામનગરના ટોપ-5મા સ્થાન મેળવનાર એક વિદ્યાર્થી સહીત રાજ્યમાં ગુજકેટમા છઠો ક્રમ મેળવનાર વિધાર્થી પણ આ જ શાળાનુ ગૌરવ છે.

શિક્ષણક્ષેત્રે કોઈપણ જાતની બાંધછોડ વિના હમેશા ટેકનોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને અવલ્લ પરિણામો સુધી કઈ રીતે પહોચાડી શકાય તેનું ધ્યાન સતત બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મીતાબેન ભટ્ટ આપી રહ્યા છે,અને તેના જ કારણે જયારે પરિણામો જાહેર થાય ત્યારે સૌ કોઈની પ્રથમ નજર જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ પર જ હોય છે,આજે જાહેર થયેલ પરિણામોમા જામનગરના ટોપ-5 વિદ્યાર્થીઓમા ૯૯.૮૪ PR સાથે સ્થાન પામનાર મુંગરા મીત જણાવે છે કે મારી શાળાના શિક્ષકોએ પારિવારિક વાતાવરણમા જે અભ્યાસક્રમ આપ્યો છે,તેનું જ કદાચ આ પરિણામ છે,વધુમાં મીત મુંગરા અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપતા જણાવે છે કે વધારે વાંચવા  કરતાં વધારે સમજવું ખુબ જરૂરી છે,અને કોઈપણ કોન્સેપ્ટ હોય તે ક્લીયર હોવો જોઈએ,સાથે જ પોતાની મહેનત વધુ હશે તો ધાર્યું પરિણામ મેળવી શકાશે..

તો ગુજકેટમાં ૯૯.૯૪ PR મેળવી અને ગુજરાતમાં ૬ઠું સ્થાન હાંસલ કરનાર મજીઠીયા અર્જુને કહ્યું કે દરેક વિદ્યાર્થીએ જ્યાં શિક્ષણનું સિંચન થાય છે,તે શાળાની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ,મેં તે મુજબ કર્યું છે,અને વધુમાં પાઠ્યપુસ્તકોને વધુ પ્રાધાન્ય આપવું જોઇએ,

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમા ૯૮.૪૯ PR મેળવનાર સોલંકી ભવ્ય પણ જામનગર ની બ્રિલીયન્ટ સ્કુલનું ગૌરવ છે,ભવ્ય જણાવે છે કે ત્રણેય વિષયોને સરખો ન્યાય આપવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે,સાથે જ ભવ્યએ અન્ય શાળામા પણ અભ્યાસ કર્યો હોય બાદમાં તે આઠમાં ધોરણ થી બ્રિલીયન્ટ શાળામાં જોડાયો હોય તે બ્રિલીયન્ટ શાળા સાથેનો તેનો શૈક્ષણિક અનુભવ સંતુષ્ટ બતાવે છે,અને અન્ય શાળાઓની સરખામણીએ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કુલમા અશોકભાઈ ભટ્ટ અને ઉષ્મીતાબેન ભટ્ટની આગવી શૈક્ષણિક સુઝબુઝ ને કારણે એકાંતરા લેવામાં આવતી આંતરીક પરીક્ષાઓ વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ અપાવી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.આમ આજે જાહેર થયેલ પરિણામોમાં જામનગરની બ્રિલીયન્ટ ગ્રૂપ ઓફ સ્કૂલ્સના તેજસ્વી તારલાઓએ શાળાની સાથે-સાથે જામનગરના ગૌરવમાં પણ વધારો કર્યો છે.