સલાયામાં થી ઝડપાયેલો બોગસ તબીબ પેહલા શું હતો...?

સલાયામાં થી ઝડપાયેલો બોગસ તબીબ પેહલા શું હતો...?

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જિલ્લાનું આરોગ્ય તંત્ર તાબોટા પાડે છે,અને આરોગ્ય વિભાગે કરવાની કામગીરી કરવાનો વારો પોલીસને આવે તેનાથી મોટી શરમજનક બાબત શું હોય શકે..?બે દિવસ પૂર્વે ખંભાળિયા પોલીસે વડત્રા ગામે થી છેલ્લા ૧૫ વર્ષથી બોગસ તબીબ તરીકે પ્રેક્ટીસ કરતાં તબીબ ને ઝડપી પાડ્યા બાદ નિંદ્રાધીન આરોગ્યતંત્ર ની કામગીરી વચ્ચે ગઈકાલે ફરી વખત સલાયા પોલીસે પણ વધુ એક બોગસ તબીબ ઝડપી પાડતા દ્વારકા જીલ્લામા આવા કેટલા તબીબો હજુ કાર્યરત છે તે સવાલો ઉઠયા છે,

મૂળ જુનાગઢ નો વતની સિકંદર ઈબ્રાહીમ મસિયા નામનો ઝડપાયેલો બોગસ તબીબ ૧૨ ધોરણ સુધીનો અભ્યાસુ હોવા સાથે  થોડા વર્ષો પૂર્વે જૂનાગઢમાં એક ખાનગી કંપનીના મેડીકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે,અને ડોક્ટરોની મુલાકાત બાદ પોતે પણ ડોક્ટર જેવી જ પ્રેક્ટીસ કરી ને વધુ પૈસા કમાઈ શકશે તેવી લાલચે તેને સલાયા ના પાંજરાપોળ નજીક છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રેક્ટીસ ચાલુ કરી હતી,

પણ હમણાં હમણાં જેમ એક બાદ એક બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે તેમાં આ ભાઈ નો પણ સમાવેશ થઇ ગયો અને ગતસાંજે સલાયા પોલીસે નકલી તબીબના દવાખાના પર દરોડો પાડી અને એલોપેથિક દવાઓ ની સારવાર કરવા માટે ની કોઈ ડીગ્રી વિના જ દવાખાનું ચલાવતું હોવાથી પોલીસે તેની વિરુદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.