ફોલ્ટ અને ફેઇલની રમતોમા રોટલા શેકતા PGVCL ના કરતબખોર

ફોલ્ટ અને ફેઇલની રમતોમા રોટલા શેકતા PGVCL ના કરતબખોર

Mysamachar.in-જામનગર:

જામનગર PGVCLની અમુક ગેરીતીઓ છુપી પરંતુ મક્કમ ગતિએ આગળ ધપતી જ રહે છે તે માટે કરતબખોર ને એક "વામન" પોતાની વગના કારણે રક્ષણ આપી રસ્તા પણ બતાવે છે, અને છેક ઉપર સુધી જરૂર પડ્યે ગોઠવી પણ આપે છે, ખુબી એ છે કે અધિક્ષકની ચેમ્બર નજીકમાં બેઠા-બેઠા કામઢા એટલે " કામ" માં જ રૂચી હોવાનો ડોળ કરનાર આમરણ થી ઓખા સુધીમા પોતાના તંત્રમા ક્યા પોચુ છે ક્યાથી લાભ મળે તેમ છે શુ નવુ કરીને અથવા શુ વધુ કરીને (ગેર) લાભ મળે તે માટે જ મગજને  તસ્દી આપતા રહે છે. અને ફળદ્રુપ આઇડીયા કાઢ્યા જ રાખે છે અને પ્રજાના નાણાનો દાટ વાળી પોતે અને પોતાના રખોપા કરનારાઓના ગજવા ભર્યા રાખે છે. જે બાબતે ઉચ્ચ અધીકારીઓ પણ આંખ મિંચામણા કરે છે, તેમજ ચીટકી બેઠેલા આ "વામન" આમ તો કોઇને ગણકારે પણ નહી કેમકે હાઇવોલ્ટેજ ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, તેવા ગણગણાટ સર્કલ અમુક  ડીવીઝન અને સબડીવીજનોમા થાય છે જેની સત્યતા હોય તો ખુબ ગંભીર ગણી શકાય

અનેક ગેરરીતીઓના  દાખલાઓમા જોઇએ તો રોજના અંદાજે ૧૦૦ થી વધુ ટ્રાન્સફોર્મરો કાં તો ફેઇલ થાય છે, કાં તો ફોલ્ટમાં જાય છે, ટ્રાન્સફોર્મરની કિંમત  ૪૦૦૦૦ થી ૭૦૦૦૦ ગણાય છે અને કુલ એક લાખમાંથી  ૧૫ ટકા તો  ફેઇલ થતા રહે છે, બીજી તરફ અમુક જાણકારોએ શંકા વ્યક્ત કરી છે ટ્રાન્સફોર્મર ફેઇલ ન હોય તો પણ ફેઇલ બતાવે છે કાં તો ફોલ્ટ ન હોય તો પણ ફોલ્ટ રીપેરીંગ ખર્ચ આકારાય છે, આ મોડસ ઓપરેન્ડી સુયોજીત ચાલે છે અને સામાન્ય રિપેરીંગ કરી વેંચી નંખાય છે અને એના એ જ ચાલતા હોય તેના રીપ્લેસમા બતાવી  નવા પગ કરી જાય છે તેવી શંકા પણ જાણકારો વ્યક્ત કરે છે,


આધારભૂત સુત્રો ત્યાં સુધી કહે છે કે અમુક કોન્ટ્રાકરોના ઘર કે તેની ખાનગી માલિકીની જગ્યાઓમાં પણ આવા ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી પડ્યા રહેતા હોય તો તેમાં શું નહિ થતું હોય...? આવા તો અમુક કોઠા ભેદવા પડે પરંતુ કહેવત છે કે મેતો મારેય નહી ને ભણાવેય નહી તેવો ઘાટ હોય તો વીજ વિભાગનુ હિત કેમ જળવાશે માત્ર ચોક્કસના હિત ધૃતરાષ્ટ દ્રષ્ટીએ જોયા કરવા છતા લોહી ઉકળે નહી તો થઇ રહ્યુ વિભાગનુ ભલુ? તેવો નિસાસો નાખી એક સિનિયર કર્મચારીએ ઉમેર્યુ છે કે તંત્ર ફરીથી જી.ઇ.બી.થવા તરફ ગતિ કરતુ હોય તેવુ લાગે છે