Mysamachar.in-જામનગર:
રાજ્યમાં એટીએમ મશીનો તોડવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, આવા તસ્કરો માટે જામનગરનો દરેડ જીઆઈડીસી વિસ્તાર પણ નિશાને બની રહ્યો તેમ લાગે છે, જો કે પંચકોશી બી ડીવીઝન પોલીસ આવા તસ્કરોનું પગેરું શોધી લે છે, એવામાં વધુ એક કિસ્સો દરેડ જીઆઈડીસી ફેઝ-૩ માં સામે આવ્યો છે, જ્યાં આર.કે.કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આવેલ કેનેરા બેન્કનું એટીએમ મશીન તોડી ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પંચકોશી બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.