અંતે આ મામલે અધિકારીએ મૌન તોડવું પડ્યું….

અંતે આ મામલે અધિકારીએ મૌન તોડવું પડ્યું….

Mysamachar.in-જામનગર:

કાલાવડમાં અંદાજે ૧૪ કરોડના ખર્ચે ઊભી કરવામાં આવેલ ઔદ્યોગીક વસાહત(G.I.D.C.)ના કામમાં થયેલ કથિત ગેરરીતિ મામલો ચર્ચાસ્પદ બનતા ભારે હોબાળો મચી ગયો હતો અને આ કામ કહેવાતા મામાના ભાણેજએ પેટામાં રાખ્યું હોવાની ચર્ચા વચ્ચે ગાંધીનગર મુખ્યમંત્રીને આ કામ જોવા આવવા આમંત્રણ આપવા સહિતની સ્ફોટક ફરિયાદ પણ કરવામાં આવતા કામમાં થયેલ કથિત ભ્રષ્ટાચારના રહસ્ય પરથી પડદો ઉચકાયો છે,

ત્યારે કાલાવડ G.I.D.C. કાંડ મામલે અંતે જેની દેખરેખ હેઠળ આ કામ આવે છે તેવા જામનગર G.I.D.C.ના અધિકારી ડી.એસ. ઠક્કરે Mysamachar.in ને પ્રતિક્રિયા આપી છે,કાલાવડ G.I.D.C.નું કામ કેવું નબળું થયું છે તે જોવા પધારવા મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવા છતા જેની દેખરેખ હેઠળ આ કામ થયું છે,તેવા જામનગર G.I.D.C.ના પ્રાદેશિક મેનેજર ડી.એસ.ઠક્કરને આ કામમાં કશું ખોટું થયું નથી,તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા ડી.એસ.ઠક્કરએ જણાવ્યુ હતું કે,મને આ કામમાં ક્યાય ખોટું થયું હોય તેવું લાગતું નથી તો બીજી બાજુ તેઓ સ્વીકાર પણ કરે છે કે આ કામ પડતર રહેલ હોવાથી કદાચ આવું થયું પણ હશે,

આ કામમાં નજરે જોઈ શકાય તેવી બેદરકારી રાખવામા આવેલ હોવા અંગે સવાલ કરાતા મામલે પોતે ફરીથી કાલાવડ G.I.D.C.ની મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કરવામાં આવશે અને કામ નબળું થયેલ હોવાનું બહાર આવશે તો કડક પગલા ભરવાની પણ તૈયારી ડી.એસ. ઠક્કરે દર્શાવી છે,

કામની ગુણવત્તા મામલે અધિકારી પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે અને મીડિયાને ગોળ-ગોળ જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે,ઉપરાંત આ કામમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે,ત્યારે અધિકારીનો અસ્પષ્ટ જવાબ શું સૂચવે છે?

સરકાર દ્વારા કરોડો રૂપિયા કાલાવડ G.I.D.C.ના નિર્માણ પાછળ ખર્ચીને કામ એવું થયું છે,તેનો અધિકારી પણ સ્પષ્ટ જવાબ ન આપી શકતા અનેક સવાલો વચ્ચે નિશ્ચિત શંકા ઉપજે છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.