જયારે યુવકને પાન પડ્યું ૩ લાખમાં..

જયારે યુવકને પાન પડ્યું ૩ લાખમાં..

mysamachar.in-

આપણે ત્યાં કહેવાય છે કે નજર હટી અને દુર્ઘટના ઘટી...વાત છે મોરબીની જ્યાં વાઘપર પીલુડી ગામે રહેતા નંદલાલભાઈ બાવરવા નામના યુવક પોતાની કારમાં બેન્કના કામ સબબ મોરબી ખાતે આવ્યા હતા,જ્યાં તેમના ભાઈની કારની બેંકલોન ક્લીયર કરાવવા માટે તેવો ઘરેથી રૂપિયા ૩ લાખ લઇને નીકળ્યા હતા,

મોરબી પહોચ્યા બાદ તેવોએ એચડીએફસી બેંકમા થી સ્ટેટમેન્ટ કઢાવ્યા બાદ તેવો સામાકાંઠે આવેલ કોટક મહિન્દ્રા બેંકમા લોનના પૈસા ભરવા માટે જતા હતા,ત્યારે ત્રાજપર ચોકડી નજીક ટ્રાફિક હોવાથી ત્યાં કાર પાર્ક કરીને તેવો પાસે આવેલ પાનની દુકાનમાં પાન ખાવા માટે ગયા હતા,

તેવો પાનખાઈ ને પરત ફરે એટલીવારમા તો કોઈ અજાણ્યા શખ્સો તેમની કારનો કાચ તોડીને અંદર રહેલા ૩ લાખ ભરેલો થેલો ઉઠાવીને નાશી છુટતા બી ડીવીઝનમાં આ મામલાની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે,