વડોદરા-અમદાવાદ હાઇવે પર અકસ્માત ૪ના મોત

વડોદરા-અમદાવાદ હાઇવે પર અકસ્માત ૪ના મોત

Mysamachar.in-નડિયાદ:

રાજયમાં દિન-પ્રતિદિન હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે,ત્યારે આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર પલ્ટી જતા ૪ લોકોનાં મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે. કાર મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું  સામે આવ્યું છે.

અકસ્માતમાં ઘટનાસ્થળે જ ૪ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત નડિયાદથી 3 કિમીનાં અંતરે થયો છે, ગમખ્વાર અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો અને વાહનો ચાલકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતાં. અકસ્માતની જાણ થતાંની સાથે જ ૧૦૮ને બોલાવવામાં આવી હતી,પરંતુ ચારેય લોકોના મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. તેમના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.