કલ્યાણપુરની શિક્ષિકાએ કરી આત્મહત્યાની કોશિશ, કોના લખ્યા નામો..?

કલ્યાણપુરની શિક્ષિકાએ કરી આત્મહત્યાની કોશિશ, કોના લખ્યા નામો..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડાવાડી શાળામાં ફરજ બજાવતા મહિલા શિક્ષિકાએ આજે ફિનાઈલ પી જઈને આત્મહત્યાની કોશિશ કરતાં તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે, ખાખરડાવાડી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વડીયાતર ચેતનાબેને ફિનાઈલ ફી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેણી પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં સતત માનસિક ટોર્ચરને લીધે પોતે આત્મહત્યાનું પગલું ભરી રહયાનું જાહેર કર્યું છે.

અને સુસાઈડનોટમા કથિત રીતે પટેલકા તાલુકા શાળા આચાર્ય મંજુબેન અને તાલુકા શિક્ષણાધિકારી ડાભી રવજીભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હવે આ મામલામાં કઈ રીતે અને કોણ ખરેખર મહિલા શિક્ષિકાને માનસિક ટોર્ચર કરતાં હતા, હવે સમગ્ર મામલો અને થયેલા આક્ષેપોમા કેટલું તથ્ય તે પોલીસ તપાસ બાદ સામે આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.