૨૦૦ કરોડના આયોજન કરી બેઠેલા કોર્પોરેશનને માત્ર ૪૯ કરોડનો ટુકડો ફેકાયો...

૨૦૦ કરોડના આયોજન કરી બેઠેલા કોર્પોરેશનને માત્ર ૪૯ કરોડનો ટુકડો ફેકાયો...

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાને સરકારે ૪૯ કરોડનો ટુકડો ફેંક્યો તોય સતાવાળાઓને હૈયે હરખ સમાતો જ નથી બે વર્ષથી નોંધપાત્ર ગ્રાન્ટ ન આવી સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસની ગ્રાન્ટમા પણ કાપ આવ્યો ઉપરથી ૨૦૦ કરોડથી વધુ રકમના કામના આયોજન કરી બેઠેલા નેતાઓને તો હાલ માત્ર જુજ રકમથી સંતોષ માની લેવો પડ્યો કેમ કે કોને કહે? જામનગરના વિકાસ માટે સૌ પ્રથમ તો દરેક વિસ્તારોમા પીવાના પાણીની લાઇનના નેટવર્ક નથી પુરતી ગટરો નથી રસ્તા નથી સ્ટ્રીટ લાઇટો નથી પુરતી સફાઇ થતી નથી ઉપરથી વિસ્તાર વધ્યો અને ૭૦૦ કરોડથી વધુ રકમનુ તો બજેટ છે...ત્યારે એમ થાય કે બજેટના આકડા અને પ્લાનીંગ સ્ટેન્ડીંગ અને જનરલ બોર્ડમા  મંજુર થતા કામો એ લોકોને સપના દેખાડવાનો જ કારસો છે કેમકે ૨૦૦ કરોડથી વધુ રકમની તાતી જરૂર છે તો ૪૯ કરોડ મા શુ નહાવુ શુ નિચોવવુ?

-કોર્પો. જાતે તો નાણા પુરતા રળતુ નથી તો બાકી કામો કેમ થશે?

પગાર કરવામા હાંફી જતી કોર્પોરેશનને જુદા-જુદા વેરાઓની  નિયમીત આવક નથી, પોતાની જમીન વેંચી નાણા રળવા કંઇ યોજના નથી સરકારી વિભાગો પાસેથી જંગી લેણા બાકી છે, તે મળતા નથી ઉપરથી આ બધા જ નાણા મેળવવા કંઇ ખાસ મહેનત થતી નથી કોકવાર મિલકત વેરો વસુલવા ઢોલ વગાડે છે, એ સિવાય કોઇ નોંધપાત્ર આવક પ્રત્યે કોર્પોરેશન અનેક કારણોસર જાગૃતિ દાખવતુ ન હોય નાણાકીય સદ્ધર નથી થતુ ઉપરથી સરકાર કંઇ ખાસ ફંડ નિયમીત આપતી નથી, અને જરૂરીયાતના ૨૦ કે ૨૫% રકમ આપી સરકાર ખુબ ગાજી કોર્પોરેશન પણ ગાજ્યુ મુળ શહેરના વિકાસ ખાસ કરી પ્રાથમીક સુવિધાઓ બાકી છે તે કરવા નાણા નથી ઉપરથી નવા ઉમેરાયેલા વિસ્તારો માટે એક આખુ અલગ બજેટ જોઇએ તેમ છે આ દરેક માટે કોર્પો. ગંભીર નથી અને સરકારમા કંઇ ઉપજતુ નથી.