Mysamachar.in-ભાવનગર:
હજુ તો કલાકો પણ નથી થયા કે રાજકોટ પોલીસે રાજકોટમાં થી નવાનકોર બુલેટ ચોરી કરનાર બે વિદ્યાર્થીઓ જે મૂળ જામનગરના છે તેને પોલીસે ચાર બુલેટ સાથે ઝડપી પાડ્યા હતા,એવામાં મોજશોખ પુરા કરવા પાછળ પાગલ બનેલું આજનું યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે,તે સમજવું મુશ્કેલ બની રહ્યું છે,ચોરીમા બે વિદ્યાર્થીઓ ઝડપાયા બાદ ભાવનગર પોલીસે બીબીએનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ગાંજા સહિતના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે.
ભાવનગર એસઓજી પોલીસે એક વિદ્યાર્થીને ઝડપી પાડ્યો છે,જે સહજાનંદ કોલેજમા બીબીએનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ૧૧ પેકેટ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ચુક્યો છે,મહત્વની બાબત એ છે કે ગાંજાનું નેટવર્ક પણ ઈ પેમેન્ટ દ્વારા ચલાવવામાં આવતું હતું,ઈ પેમેન્ટ થી અમદાવાદથી પાર્સલમા ગાંજો મંગાવવામા આવી રહ્યાનું ખુલ્યું છે,
તો પોલીસે હવે ભાવનગરના આ યુવકોને ગાંજો સપ્લાય કરનાર સુધી પહોચવા પણ કવાયત તેજ કરી છે,ત્યારે આજની ઘટના પરથી સવાલો એ પણ થાય છે કે શું આજનું યુવાધન તેની કારકિર્દી ને આગળ ધપાવવાને બદલે નશા અને ચોરી જેવા રવાડે ચઢી રહ્યું હોય માતા પિતા એ પણ પોતાના સંતાનો પર નજર રાખવી આવશ્યકતા હોય તેમ આજની ઘટના પરથી લાગી રહ્યું છે.