જુગાર રમતા ૭૭ જુગારીઓ ૮.૭૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા 

જુગાર રમતા ૭૭ જુગારીઓ ૮.૭૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા 

Mysamachar.in-જામનગર:

શ્રાવણમાસ ચાલતો હોય અને જુગારીઓ જુગાર ના રમે તે કેમ બને....પણ જુગારીઓ જુગાર રમતા હોવાની જાણ પોલીસને થઇ તો ગયા સમજો...જામનગર શહેર અને જિલ્લામાં પણ જુગાર માંડ-માંડ જામ્યો હશે ત્યાં જ જીલ્લાના અલગ અલગ પોલીસ વિભાગે ૧૫ દરોડા પાડીને ૭૭ જુગારીઓને ૮,૭૦,૧૦૦/- ના મુદામલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે,જુગારના દરોડાઓમાં ધ્રોલ, રામપરગામ, અલીયાબાડા, ખારવા, મોટી બાણુંગાર, કાલાવડ, ઠેબા, સિક્કા, થાવરીયા સહિતના ગ્રામીણ વિસ્તારો તો જામનગર શહેરના જલારામનગર, પવનચક્કી, નવાગામ સોનલનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.