બાથરૂમમાં સ્નાન કરી રહેલી યુવતીનો 46 સેકન્ડનો VIDEO બની ગયો...

બાથરૂમમાં સ્નાન કરી રહેલી યુવતીનો 46 સેકન્ડનો VIDEO બની ગયો...
symbolic image

Mysamachar.in-અમદાવાદ:

થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે સુરતની વીર નર્મદ દક્ષીણ ગુજરાત  યુનીવર્સીટીના મહિલા વોશરૂમમાં  યુવતીનો વિડીયો ઉતારવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, ત્યાં જ વિકૃતતા  ભરી બીજી ઘટના સામે મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવી છે, મુળ પાટણની અને અમદાવાદના સાબરમતીમાં રહેતી 30 વર્ષીય યુવતી તેની ભાભીના ફોઇના ઘરે છેલ્લા થોડા દિવસથી રહેતી હતી. ગુલબાઇ ટેકરા નજીક એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે આ યુવતી ફરજ બજાવે છે. ગઇકાલે તે સવારે ઉઠી અને બાદમાં તે રિવરફ્રન્ટ તરફ પડતા બાથરૂમમાં ન્હાવા ગઇ હતી. બાથરૂમ ઉપરના ભાગેથી ખુલ્લુ હતું. તે ન્હાતી હતી ત્યારે તેનું ધ્યાન બાથરૂમની પારી પર ગયું હતું.

ત્યાં જોયું તો ત્યાં તો એક મોબાઇલ ફોન પડ્યો હતો. જેથી તે ગભરાઇ ગઇ હતી અને તે મોબાઇલ ફોન હાથમાં લઇને જોયું તો તેમાં કેમેરો ચાલુ હતો અને તેમાં તેનો સ્નાન કરતો વીડિયો કેદ થઇ ગયો હતો. જે બાદ યુવતીએ કપડાં પહેરીને ફોન લઇને બહાર આવીને જોયું તો ત્યાં રહેતો જયેશ નામનો છોકરો ઊભો જ હતો. આ મોબાઇલ ફોન જયેશનો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ તેના પરિવારને જાણ કરતા જ પોલીસને બોલાવી હતી. જયેશ સામે ગુનો નોંધી મોબાઇલ ફોન કબજે લઇ તપાસ કરતા 46 સેકન્ડનો વીડિયો હોવાનું જણાયું હતું. પોલીસે ગુન્હો નોંધી જયેશ વિરુદ્ધ તપાસ શરુ કરી છે.