રાજ્યમાં કોરોના પોજીટીવના નવા ૩ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોના પોજીટીવના નવા ૩ કેસો નોંધાયા

Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને બદલે આ સંખ્યા સતત વધી રહી છે, કોરોનાનાં છેલ્લાં 24 કલાકમાં 3 નવા પોઝિટિવ કેસો સાથે ગુજરાતમાં કોરોના પોજીટીવ દર્દીઓની સંખ્યા કુલ 38 સુધી  પહોચી જવા પામી છે, આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલ માહિતી પ્રમાણે હવે અમદાવાદમાં 14 કેસ,વડોદરા-સુરતમાં 7-7, ગાંધીનગરમાં 6 કેસ, રાજકોટમાં 3 કેસ અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ નોંધાતા અત્યાર સુધી ગુજરાતમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે અને સ્વયમશિસ્ત કેળવે તે જરૂરી છે.