જામજોધપુર:પેટ્રોલડીઝલના ભાવવધારા સામે આશ્ચર્યજનક કાર્યક્રમ...

જામજોધપુર:પેટ્રોલડીઝલના ભાવવધારા સામે આશ્ચર્યજનક કાર્યક્રમ...

છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ભારતની સાથે રાજ્યમાં પણ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં સતત વધારો સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે..ડીજીટલ ઇન્ડિયાની અને બુલેટટ્રેન ની વાતો વચ્ચે જ પહેલાના જમાનાની જેમ જ લોકો ને બળદગાડા અને ઉંટગાડીઓ માં મુસાફરી કરવાનો વારો આગામી સમયમાં આવશે તેવી પ્રતીતિ કરાવવા આજે કોંગી કાર્યકરો એ જામજોધપુર ખાતે બળદગાડામાં રેલી યોજી આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને કેન્દ્રસરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો...પેટ્રોલ,ડીઝલ અને રાંધણગેસના ભાવો ઘટાડવાના આ કાર્યક્રમ ની સાથે સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે જીલ્લાના જામજોધપુર ખાતે આજે સ્થાનિક ધારાસભ્ય ચિરાગ કાલરીયાની આગેવાનીમાં કોંગી આગેવાન દિગુભા જાડેજા સહિતના કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા..અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી.