બેંક લુંટને અંજામ આપનાર આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ સાથે 131 જીવતા કારતૂસ મળ્યા

બેંક લુંટને અંજામ આપનાર આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ સાથે 131 જીવતા કારતૂસ મળ્યા

Mysamachar.in-અતુલ જોશી:મોરબી:

બે દિવસ પૂર્વે મોરબીના મહેન્દ્રનગરની બેંક ઓફ બરોડામાં 5 શખ્સો હથિયાર સાથે ઘૂસ્યા હતા. અને લુંટને અંજામ આપીને ભાગી છૂટ્યા ના ગણતરીની કલાકોમાં જ સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી આરોપીઓ ઝડપાઈ જતા પોલીસે બેંક લૂટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો, ઝડપાયેલા 4 આરોપીઓના કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આ આરોપીઓ પાસેથી 6 પિસ્તોલ, બાર બોરની બંદૂક, ત્રણ ખાલી મેગજીન અને 131 જીવતા કારતૂસ, એક કાર અને લૂંટ કરાયેલ 6.45 લાખમાંથી 6.03 લાખ રોકડ અને મોબાઇલ સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ આરોપીઓ સામે ગુજરાતમાં જ નહીં પણ પંજાબમાં લૂંટ રાયોટિંગ, હથિયાર ડ્રગ્સ સહિતના કેસો નોંધાયેલા છે. પંજાબ પોલીસના મોસ્ટ વોન્ટેડ આરોપીઓ છે. મહેન્દ્રનગર બેંક ઓફ બરોડામાં ધોળે દિવસે પાંચેય શખ્સોએ હથિયાર દેખાડી કર્મચારીઓને ડરાવ્યા હતા અને લૂંટ કરી હતી.