Mysamachar.in-જામનગર
ચુંટણીના પડધમ વાગી ચુક્યા છે. અને રણશિંગું ફુકાય ગયું છે. ત્યારે લાલપુર તાલુકા પંચાયત નાના ખડ્બા સીટ માટે લોકમુખે ચર્ચાતું નામ બાઘલા ગામના યુવા અને શિક્ષિત કે જેઓ સમાજ સેવા માટે MSW જેવું શીક્ષીણ લઇ અને હાલ બાઘલા ગામનું સરપંચ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બાઘલા ગામમાં બસિરભાઈએ જ્ઞાતિવાદના સમીકરણોને તોડી અને સરપંચની ચુંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો, છેલ્લા 70 વર્ષથી નથી થયા તેવા મહત્વના કામો માત્ર ચાર વર્ષમાં અંદાજે 3 કરોડથી વધારે રકમના વિકાસ ના કામો કરી અને ઈતિહાસ રચી દીધો છે.
એવામાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ આવી રહી છે, ત્યારે આ વિસ્તારમાં યુવા નેતાની છાપ ધરાવતા એવા બસિર પટ્ટાનું નામ હાલ આ વિસ્તારમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, પેટ્રોલપંપ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા અને બસિર ભાઈ સામાજિક કાર્યોમાં હંમેશા આગળ પડતા રહે છે, ત્યારે આ વિસ્તારમાં ચાલતી લોકોની ચર્ચાઓ મુજબ જો આવા યુવા વ્યક્તિ ને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે તો વાસ્તવમાં તાલુકાનો સાચા અર્થમાં વિકાસ અને લોકોના વણઉકેલ પ્રશ્નોનો નિકાલ આવે તેમ લાગે છે.