પોલીસમેન સંચાલિત જુગારધામ પોલીસનો દરોડો,૬ ઝડપાયા

કાયદો બધા માટે સરખો...

પોલીસમેન સંચાલિત જુગારધામ પોલીસનો દરોડો,૬ ઝડપાયા
તસ્વીરો અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર:
હાલ શ્રાવણીયા જુગારની મોસમ ચાલી  રહી છે,અને પોલીસ ઠેર ઠેર દરોડાઓ પાડી અને જુગાર રમતા ખેલેયાઓ ને ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી કરી રહી છે,એવામાં જો પોલીસમેન સંચાલિત જુગારધામ પર પોલીસ ને દરોડો પાડવો પડે તો...

વાત છે જામનગર શહેરના દીવ્યમપાર્ક સોસાયટી વિસ્તારની જ્યાં શિવપ્લાઝા એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૧૦૨ મા રહેતા અને દેવભૂમિદ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પીઠાભાઈ વજ્શીભાઈ ચેતરિયા પોતાની ગતરાત્રીના નાઈટડ્યુટી હોવા છતાં પણ નાઈટડ્યુટી છોડીને તેવો જામનગર ખાતેના  પોતાના રહેણાકપર જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ગતરાત્રીના સીટી સી ડીવીઝન પોલીસ મથક દ્વારા રેઇડ કરવામાં આવતા પોલીસને પીઠાભાઈ ના ઘરેથી જુગાર રમતા પીઠાભાઈ સહીત ૬ શખ્સો મળી આવ્યા હતા,
પોલીસ દ્વારા જ સંચાલિત જુગારધામ પરથી પોલીસે રેઇડ કરીને રોકડ રકમ ૩૯૯૪૦,૨ મોટરસાયકલ,૪ મોબાઈલ,મળી કુલ રૂપિયા ૮૪,૪૪૦ ના મુદામાલ સાથે ભાણવડના પોલીસ કોન્સ્ટેબલ પીઠાભાઈ ચેતરિયા,ચેતન મહેતા,મનસુખભાઈ રાઠોડ,કૈલાશ દવે,જગમાલ વશરા,મહમદભાઈ સફિયાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,

મહત્વનું છે કે આ જ પોલીસ કોન્સ્ટેબલ પીઠાભાઈ અગાઉ વર્ષ ૨૦૧૪મા જામનગરના એક જમીનકૌભાંડમાં પણ આરોપી હોય તેવોને જે તે સમયે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.