પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા ઝડપાયો પોલીસકર્મી 

માર નહિ મારવાના અને હેરાનગતીના કરવા માટે આટલી મોટી લાંચ 

પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેતા ઝડપાયો પોલીસકર્મી 
symbolic image

Mysamachar.in-સુરેન્દ્રનગર:

હજુ તો હમણાની જ વાત છે કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી પાસે લાખોની બેનામી સંપતિ હોવાનું ફલિત થતા એસીબીએ તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યાને હજુ તો ગણતરીના કલાકો થયા છે ત્યાં જ વધુ એક લાંચીયો પોલીસકર્મી એસીબીની ઝપટે ચઢી ગયો છે, વાત છે સુરેન્દનગર જીલ્લાના ચોટીલા પોલીસમથકની જ્યાં એક પોલીસકર્મી પોલીસમથકમાં થી જ લાંચ લેતા રેંગે હાથ ઝડપાઈ જતા સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, 


ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભગીરથસીંહ ખુમાનસીંહ સોલંકી નામના પોલીસકર્મીએ આ કેસના  ફરીયાદીના કૌટુંબીક ભાઇ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂનો કેસ થયેલ જે કેસમાં આરોપીને રજુ કરી માર નહીં મારવાના તથા હેરાનગતી નહી કરવાના અવેજ પેટે પોલીસકર્મીએ 1,00,000 ની માંગણી કરેલ જેથી ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી રાજકોટ શહેર એ.સી.બી. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ જે ફરીયાદીની ફરીયાદ આધારે ચોટીલા મુકામે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન પોલીસકર્મી ફરીયાદી પાસે 1,00,000  ની લાંચની રકમ માંગી  સ્વીકારી ઝડપાઈ ગયો હતો. આ કાર્યવાહી એસીબી મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એમ.એમ.સરવૈયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.