પોલીસ ગઈ હતી દારૂની રેઇડ કરવા અને મળ્યું કઈક આવું!

ક્લિક કરો અને વિગત જાણો..

પોલીસ ગઈ હતી દારૂની રેઇડ કરવા અને મળ્યું કઈક આવું!

Mysamachar.in-ગીર સોમનાથ:

ઈંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે જ્યારે પોલીસ દરોડો પાડવા ગઈ ત્યારે ખાલી મકાનમાંથી લાખો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પોલીસને હાથ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પોસ્ટઓફિસ રોડ પર એક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે જ્યારે દરોડા પાડ્યા તો આ મકાનમાંથી દારૂ તો ના મળ્યો પણ પોલીસને હાથ ૪૫ લાખ રૂપિયા રોકડા અને ૮ ગ્રામ સોનાના દાગીના હાથ લાગતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ સમગ્ર મામલાની જીણવટભરી તપાસ હાથ ધરી છે.

ત્યારે હાલ પોલીસે ૪૫ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ખાલી મકાન કોનું છે તે સહિતની વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.

આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.