દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ 

મોરબી ક્રાઇમ બ્રાંચે 44 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો 

દારૂ ઘુસાડવાના નવા કિમિયાનો પર્દાફાશ 

Mysamachar.in-મોરબી:

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ આ દારૂબંધી વચ્ચે દારુ ઘુસાડવાના અવનવા કીમીયાઓ શાતીર બુટલેગરો અજમવાતા હોય છે, એવામાં મોરબી ક્રાઇમ બ્રાંચે હળવદ ઢવાણા પાટીયા નેશનલ હાઇવે  રોડ પરથી ટ્રકમાં દુધના ફીલ્ટર મશીનની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂ સહીત અન્ય મુદામાલ મળી કુલ 45  લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે,

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીને  ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી RJ-19-GC-0919 નંબરનો ટાટા ટ્રક હળવદ-માળીયા મિયાણા તરફ આવનાર છે. જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકતના આધારે હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા ટ્રક ઝડપાયું હતું. અને તેમાંથી પોલીસે 22 લાખથી વધુની કિમતની વ્હીસ્કીની 5940  બોટલ, અન્ય 1080 બોટલો તથા  દારૂના જત્થા ઉપરાંત પોલીસે ટાટા ટ્રક તથા રોકડ અને મોબાઈલ તથા અન્ય મુદામાલ મળી કુલ 45 લાખનો મુદામાલ કબ્જે કરી રાજસ્થાનના સીવકર (રામપુરા)ના રહેવાસી કૈલાશ મદનસીંગ નેહરા નામના યુવકની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા જણાવેલ કે આ માલ રાજસ્થાનના બાડમેરમાં આવેલ સરલી ગામે રહેતા પ્રકાશભાઇ જાખડ દ્વારા મોકલાવવામાં આવેલ છે. જેને લઇ પોલીસે પ્રકાશભાઇ જાખડની શોધખોળ હાથ ધરી છે.