નગરજનોને સતેજ કરવા પોલીસ ની રસ્તાલોકની કવાયત

રોજ ટ્રાફીક-રોજ ફરિયાદ

નગરજનોને સતેજ કરવા પોલીસ ની રસ્તાલોકની કવાયત

Mysamachar.in-જામનગર

લોકડાઉનના સમયમા પોલીસની કવાયત વધી ગઇ છે કેમકે રોજ ટ્રાફીક રોજ ફરિયાદ તેમાં પોલીસ કેટલેક પહોંચે માટે અવારનવાર રસ્તા પણ બંધ કરવા પડે છે પરંતુ તેથી કોઇ ઉકેલ ન આવતા નાગરીકો એ સાવચેતી સજાગતા રાખવી જોઇએ.લોકો મા થઇ રહેલી ચર્ચા મુજબ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જે વિસ્તાર કન્ટેન્મેનટ ઝોન નથી ત્યાં પણ પોલીસ બેરીકેડ મારી અને રસ્તાઓ બંધ કરી રહી છે, (વન વે કરી રહી છે ) એક તો શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ઉપરથી મુખ્ય રસ્તાઓ પર બેરીકેડ મારી અને રસ્તાઓ બંધ કરી દેવાથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઉલટો વધારો થઇ રહ્યો છે

હવે સરકારે છૂટ આપી છે તો લોકો તો રસ્તે નીકળવાના જ...કામ હોય કે ન હોય...પછી આ રીતે રસ્તાઓ બંધ કરી દેવા કે વન વે કરી દેવાથી શું ફાયદો...ઉલટાનું ટ્રાફિક વધી રહ્યો છે અને ફરજ પરના પોલીસકર્મીઓને વધુ પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે. કન્ટેન્મેન્ટ ઝોન આસપાસ ઠીક છે, એ સિવાયના જે રસ્તાઓ વન વે થાય છે ત્યાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે તે વાસ્તવિકતા છે. પરંતુ ખરેખર પોલીસ નગરજનોના હિતમા આ તમામ કાર્યવાહીઓ કરે છે તે હંમેશા યાદ રાખવુ ઘટે ભલે રોડ બંધ કરવાથી કોરોના નહી અટકે પણ ટ્રાફીક તો અટકશે! એમ પોલીસ માને છે