ST બસમાં દારૂની હેરાફેરી, ડ્રાઈવર અને મહિલા કંડકટર સામે પોલીસે કરી કાર્યવાહી

આ બનાવે સારી એવી ચર્ચાઓ જગાવી છે

ST બસમાં દારૂની હેરાફેરી, ડ્રાઈવર અને મહિલા કંડકટર સામે પોલીસે કરી કાર્યવાહી

Mysamachar.in-વલસાડ

વાપીના ડુંગરા પોલીસે બાતમીના આધારે બુધવારે વાપી-સેલવાસના બોર્ડર પીપરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન સેલવાસથી વાપી તરફ આવતી એસટી બસ નં.GJ-18-Z-2477ને અટકાવી બસની ડીકીમાં ચકાસણી કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલ નંગ-76 કિં.રૂ.25,700 અને ત્રણ મોબાઇલ કિં.રૂ.6,500 મળી કુલ રૂ.32,200નો મુદ્દામાલ કબજે લઇ આરોપી ડ્રાઇવર શંકર મોરાભાઇ ગોધા અને મહિલા કંડક્ટર ઉષાબેન રાજેશ સરદાર બારીયા ધરપકડ કરી બંને વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્મયવાહી હાથ ધરી હતી.

બંને આરોપી અંકલેશ્વર ડેપો ઉપર કાર્યરત હતા. તેમજ તેમણે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેઓ અંકલેશ્વર ખાતે છૂટકમાં વેચવાના હતા. એસટી ચાલક અને મહિલા કંડક્ટર દ્વારા અગાઉ પણ આ રીતે દારૂની ખેપ મારવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સેલવાસથી દારૂનો જથ્થો આપનાર ઇસમ વોન્ટેડ જાહેર કરાયો છે. ત્યારે હવે સરકારી એસટી બસના ડ્રાઇવર અને મહિલા કંડકટર પણ દારૂની હેરાફેરી કરતા હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે..