પોલીસે ડુંગળીના બાચકાઓ ઉચકાવવાનું શરુ કર્યું અને અંદરથી નીકળ્યું...

એક ઈડલીસાંભર વેચાણ કરતો હતો તો એક શાકભાજીની લારી ચલાવે છે

પોલીસે ડુંગળીના બાચકાઓ ઉચકાવવાનું શરુ કર્યું અને અંદરથી નીકળ્યું...

Mysamachar.in-રાજકોટ

હજુ તો ગઈકાલની જ વાત છે કે જામનગર જીલ્લાની જોડિયા પોલીસે હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરી બે કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, ત્યાં જ રાજકોટમાં રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ નજીક એક બોલેરો કારમાં મોટી માત્રામાં ડુંગળીના બાચકાઓ ભરેલા હતા તે એક બાદ એક પોલીસ બાચકાઓ ઉચકાવવા લાગતા તેની નીચેથી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે બે શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી છે,

રાજકોટ SOG પોલીસ ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ પાસે એક GJ-27-X-6177 નંબરની બોલેરો કારમાં ડુંગળીની આડમાં દારુ ભરીને આવી રહેલ છે જેથી ત્યાં ઉભા રહી બાતમી વાળી બોલેરો કાર નંબર GJ-27-X-6177 પસાર થતા તેને અટકાવી તપાસ કરતા અંદર ડુંગળીના ઢગલાની આડમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 1212 નંગ વિદેશી દારુ બોટલ મળી આવી હતી. પોલીસે દારુની બોટલો અને કાર સાથે કુલ 7 લાખ 25 હજાર થી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી જથ્થો ક્યાંથી અને કોને મગાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

પોલીસે રેડ દરમિયાન બાલકૃષ્ણ મદ્રાસી અને મનીષ જાખેલીયાની ધરપકડ કરી છે બંને આરોપી રાજકોટના રેલવે સ્ટેશન નજીક રૂખડીયાપરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે જ્યારે કે બંને આરોપીઓ પૈકી એક આરોપી ઇડલી સાંભારની લારી ચલાવતો હોવાનું અને એક આરોપી શાકભાજી લારી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે  આવ્યું છે. પોલીસ ટીમે  ઈંગ્લીશ દારૂની બોટલો બોલેરો વાહન તેમજ મોબાઇલ ફોન સહિત કુલ સાત લાખ ઉપરાંતનો મુદામાલ કબજે  કરી બન્ને સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.