Mysamachar.in-જામનગર
જામજોધપુર જામવાડીના જાપા પાસે આરોપીના મકાનની પંચો સાથે ઝડતી તપાસ કરવા ગયેલી પોલીસની ફરજમાં અડચણ ઉભી કરી ધક્કામૂકી કરી પોલીસ પર હુમલો કરવા અંગે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી છે. ફરિયાદ આધારે પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે જાણવા મળતી વિગત મુજબ, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનોપસિંહ ભીખુભા જાડેજા દ્વારા ગઈકાલે જામજોધપુર પોલીસમાં જામવાડીના જાપા પાસે આબલી ફળિમાં રહેતા ભૂરા અલી રાવકરડા અનિફાબેન ભૂરા રાવકરડા અને રેશ્માબેન ભૂરા રાવકરડાની સામે આઇપીસી કલમ 353,186,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જામવાળીના જાપા પાસે આરોપીઓના ઘરે પોલીસ પોતાની ફરજ દરમિયાન પ્રોહી કલમ 120 મુજબના ઠરાવની સમજ કરી અત્રે પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી આસિફ ભૂરા રાવકરડા તથા પંચોને સાથે રાખી મકાનની ઝડતી તપાસ કરવા ગયા હતા. ઝડતી તપાસ કરવા જતા આરોપીઓએ રાજ્ય સેવક પોલીસને જેમતેમ અપશબ્દો બોલી અને પોલીસ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરીને પોલીસ પર હુમલો કરીને ગુનાહિત બળપ્રયોગ થકી કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. બનાવ પગલે જામવાળી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ફરિયાદના આધારે આગળની તપાસ પીઆઈ સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.