પોલીસના સ્નીફરડોગનું અવસાન, સ્ટાફ પણ થયો ભાવવિભોર

અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી.

પોલીસના સ્નીફરડોગનું અવસાન, સ્ટાફ પણ થયો ભાવવિભોર

Mysamachar.in-જૂનાગઢ

પોલીસ વિભાગમાં ડોગસ્કવોડનું ખુબ મહત્વ હોય છે, અને સ્નીફર ડોગ કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતા હોય છે, ત્યારે આવા ડોગનું જયારે અવસાન થાય ત્યારે સ્વાભાવિક પોલીસ સ્ટાફ પણ ભાવવિભોર બની જાય....જૂનાગઢ જિલ્લા પોલીસ ડોગ સ્ક્વોડના ડોગ રેખા ઘણા સમયથી મોઢાના ટ્યુમર કેન્સરની બીમારી સબબ સારવારમા હતા. આજરોજ તેનું અવસાન થતાં, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા શોક સલામી આપી, જરૂરી સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી, અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી,

અને જૂનાગઢ જિલ્લા પોલીસમાં સને 2010ની સાલથી કાર્યરત ડોગ રેખાનું આજરોજ અવસાન થયું છે. ડોગ સ્કવોડના ડોગનું અવસાન થતા અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં શોક સલામી આપી, સન્માન સાથે દફનવિધિ કરી, વિદાય આપવામાં આવી હતી.આ વિદાય પ્રસંગે ડોગ રેખાનું દાન કરનાર દીપકભાઈ પરમાર તથા શ્વાન પ્રેમીઓ ખાસ હાજર રહ્યા હતા. અવસાન પામનાર ડોગ રેખા સ્નિફર ડોગ હતી અને એક્સપલોજીવ પકડવામાં માહિર હતી. ભૂતકાળમાં એક વર્ષ પહેલા સાપર પુલ નીચેથી ડિટોનેટર વાયર પકડી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત અવાર નવાર વીઆઇપી બંદોબસ્તમાં એક્સપલોજીવ ચેકીંગની અગત્યની કામગીરી કરવામા આવી હતી.