પૂર્વે કોર્પોરેટરની કાર રોકી પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું

5 કાર્ટિઝ અને કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત

પૂર્વે કોર્પોરેટરની કાર રોકી પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું
symbolic image

Mysamachar.in-રાજકોટ

રાજકોટમાં હાલ રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે, દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ સાથે ધરપકડ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે આર્મ્સ એક્ટ કલમ 25 (1-બી) એ તથા આઇ.પી.સી. કલમ-188 મુજબ સંજય ઘવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય ઘવાની વોક્સ વેગન કાર નંબર જી.જે.03 કે.એચ. 5062 ના ડેસ્કબોર્ડના ખાનામાંથી કોઇપણ જાતના લાયસન્સ કે આધાર વગર દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 20,000 તથા 5 કાર્ટિઝ કિંમત રૂપિયા 500 છે. પ્રદ્યુમનનગર પોલીસે સંજય ઘવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.