પાઈપલાઈનમાં થી પોલીસ કાઢ્યો દારુ અને બીયરનો જથ્થો

અચરજ પમાડે તેવો કિસ્સો 

પાઈપલાઈનમાં થી પોલીસ કાઢ્યો દારુ અને બીયરનો જથ્થો

Mysamachar.in-ભરૂચ:

આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને ગઇકાલથી રાજ્યભરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી ઠેર ઠેર શરુ થઇ છે ત્યારે જ ભરૂચમાં દારુ છુપાવવાના અનોખા કીમીયાનો પર્દાફાશ પોલીસે કર્યો છે આ કીમિયો ભારે અચરજ પમાડે તેવો છે અને કદાચ આવો કીમિયો પહેલીવાર સામે આવતા આ મામલાની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માંડવા ગામના સ્થાનિકોએ ગામના રોડ ફળિયામાં રહેતો પ્રકાશ વસાવાએ તેના ઘર પાસે જમીનમાં પાઇપલાઇન બિછાવી અને માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે, તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ કરતા પોલીસ પણ એક તબક્કે અચરજમાં પડી ગઈ હતી, શખ્સે જમીનમાં બિછાવેલી પાઈપલાઈન અને ખાડાઓમાં માટલામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. પોલીસે પાવડા વડે ખોદકામ કરતા પાઈપલાઈન અને ખાડામાં રહેલા માટલામાંથી વિદેશી દારૂની 459 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 45 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રકાશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.