ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી પોલીસે 540 બોટલો કાઢી

અન્ય રાજ્યોમાંથી ઘુસાડવામાં આવે છે દારૂ

ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી પોલીસે 540 બોટલો કાઢી

Mysamachar.in-મોરબી

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અન્ય રાજ્યોની બોર્ડરો ક્રોસ કરાવીને અને છાનેખૂણે બુટલેગરો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડી દેતા હોય છે અને તેના માટે નીતનવી તરકીબો અજમાવતા હોય છે, આવો જ એક કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે, જ્યાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રકને રોકીને પોલીસે તેને ચેક કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારુની કુલ 540 બોટલ સાથે કુલ 11,65,109નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા ટ્રકને ચેક કરતાં ચોર ખાનું મળી આવ્યું જેમાં વાંકાનેર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ તાલુકાના અરણીટીંબા ગામના પાટીયા પાસેથી પસાર થતાં ટ્રક નંબર GJ-15-Z-1161ને ચેક કરતાં તેમાં એક ચોર ખાનું જોવા મળ્યું હતું. ચોર ખાનાને પોલીસ દ્વારા સખ્તાઇથી ચેક કરતાં તેમાં છુપાવેલ 1,62,000 રુપિયાની દારૂની 540 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અન્ય મળીને કુલ 11,65,109ના મુદામાલ સાથે એક આરોપીને પોલીસે દબોચીં લીધો હતો.

પોલીસે ટ્રકમાં ભરેલી 540 બોટલ દારૂ જેની કિંમત રુપિયા-1,62,000, એક મોબાઈલ તેમજ રોકડ રૂપિયા અને વાહન મળીને કુલ 11,65,100ના મુદામાલ સાથે હરખારામ રેવારામ સોલંકી રહે. જાનવાનાડી રાજસ્થાનની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપી ભરતસિંહ હરપાલસિંહ ઝાલા (રહે. કારોલ તાલુકો ચુડા)ને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.