જીતુ પાસેથી પોલીસને ચોરીના બાઈક,રોકડ અને ટીવી પણ મળ્યા...

અગાઉ પણ ઝડપાઈ ચુક્યો છે જીતુ

જીતુ પાસેથી પોલીસને ચોરીના બાઈક,રોકડ અને ટીવી પણ મળ્યા...

mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા વધી રહેલા ઘરફોડ અને વાહનચોરી ના બનાવોને  લઈને પોલીસ આવા ઇસમોને શોધવા મથી રહી હતી એવામાં એલસીબી ને હાથ ઘરફોડ અને વાહનચોરી મા માસ્ટરી ધરાવતો શખ્સ હાથ લાગતા કેટલીય ચોરીઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,

અગાઉ લુંટ અને વાહનચોરીના ગુન્હામાં ઝડપાઈ ચુકેલો અને મૂળ નારણપુર ગામનો રહીશ જીતુ જેરામભાઈ શેખા નામનો શખ્સ પાસે છેલ્લા બે માસ દરમિયાન થયેલ ઘરફોડ અને વાહનચોરી નો મુદામાલ તેના ઘરે હોવાની માહિતી પરથી પોલીસ એ તેના ઘરે રેઇડ કરીને સોના ચાંદીના દાગીના,ચોરીના બે મોટરસાયકલ,બે મોબાઈલ,ટીવી,સહીત મળીને કુલ રૂપિયા ૮.૧૭ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પૂછપરછ કરતાં ૭ ચોરીઓ કરી હોવાની કબુલાત આપી છે,

જીતુ એ કબુલાત આપી છે કે તેને નાનકપૂરી વિસ્તારમાં થી એક્ટીવા,ટીવી,જેલ રોડ પર એક મકાનમાં થી સોના ચાંદીના દાગીના,જોલી બંગલા પાસેથી બાઈક,મોરબી ની મોબાઈલ ની દુકાનમા થી મોબાઈલ,ફલ્લા નજીક થી મોબાઈલ,આમ અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી કર્યાની કબુલાત આપી છે.