જામજોધપુરમાં રહેણાકમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી, 14 મોબાઈલ, 8 બાઈક સહીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

14 જુગારીઓ સામે પોલીસની કાર્યવાહી

જામજોધપુરમાં રહેણાકમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી, 14 મોબાઈલ, 8 બાઈક સહીત લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
symbolic image

Mysamachar.in-જામનગર

શ્રાવણ માસમાં જુગાર રમવા માટે જાણીતા એવા જામજોધપુરમાં સ્થાનિક પોલીસે એક રહેણાકમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી 14 ઈસમો સામે કાર્યવાહી કરી છે. જામજોધપુરના સગર પા ચકલા ચોક શેરીમાં રોનક કાલરીયાપોતાના અંગત ફાયદા સારુ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડતા હોય પોલીસે સ્થળ પર રેડ કરતા ગંજીપતાના પાના-૫૨ તથા કુલ રોકડ રૂ.65,530 તથા, મોબાઇલ નંગ-14, 8 મો.સા કુલ રૂ.4,25,530 ના મુદામાલ સાથે નીચે મુજબના શખ્સો સામે પોલીસ જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

-રોનકભાઇ પ્રવીણભાઇ કાલરીયા જામજોધપુર
-ચીરાગભાઇ શાંતીલાલ રાબડીયા જામજોધપુર
-અશ્વીનભાઇ ડાયાભાઇ કાંજીયા જામજોધપુર
-પંકજભાઇ ઉર્ફે પટ્ટી રૂપચંદભાઇ વાધવા જામજોધપુર 
-હરેશભાઇ રામજીભાઇ ગોહેલ જામજોધપુર 
-મહાવીરસિંહ પ્રવીણસિંહ જેઠવા શેઠવાડણા તા-જામજોધપુર
-આશીફભાઇ ઉર્ફે ભુરો ભુરાભાઇ રાવકરડા જામજોધપુર
-ધવલ ઉર્ફે ભોદો રાજેશભાઇ કડીવાર જામજોધપુર 
-વીશાલભાઇ ગુણંવંતભાઇ ચાવડા જામજોધપુર
-મીતભાઇ સુરેશભાઇ મારસોરીયા જામજોધપુર
-ધ્રુવભાઇ મહેન્દ્રભાઇ ફળદુ જામજોધપુર 
-રવીભાઇ નીતીનભાઇ સુરેજા જામજોધપુર 
-ડોલરભાઇ ઉર્ફે ડોલો ભરતભાઇ ગોહીલ જામજોધપુર 
-કીશનભાઇ પ્રવીણભાઇ કાલરીયા જામજોધપુર