પોલીસે સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપી પાડ્યું

રાજ્યના કેટલાય મેટ્રોસીટીમાં સ્પા ચાલી રહ્યા છે.

પોલીસે સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપી પાડ્યું
symbolic image

Mysamachar.in-રાજકોટ

રાજ્યના કેટલાય મેટ્રોસીટીમાં સ્પા ચાલી રહ્યા છે, તેમાંથી અમુક સ્પામાં મસાજને નામે અંદર ગોરખધંધાઓ પણ ચાલતા હોય છે, એવામાં આજે રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડ્યું છે. બી ડિવિઝન પોલીસે ગાયત્રી કોમ્પ્લેક્ષમાં ચાલતા હોપ ડ્રોપ સ્પામાં દરોડા પાડી સંચાલકની અટકાયત કરી છે. પોલીસને બાતમી હતી કે સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે તે બાતમીને આધારે હોપ ડ્રોપ સ્પાનો સંચાલક સની ભોજાણી બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવતો હતો અને ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવતો હતો. હાલ તો પોલીસે સ્પાનાં સંચાલક સની ભોજાણીની અટકાયત કરી છે. કોવિડ ટેસ્ટ બાદ સંચાલકની  ધરપકડ કરાશે.