દેહવ્યાપારના ધંધા પર પોલીસનો છાપો...

બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર નો ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું હતું.

દેહવ્યાપારના ધંધા પર પોલીસનો છાપો...

Mysamachar.in-બનાસકાંઠા

રાજ્યમાંથી વધું એક વખત બેનકાબ થયો છે દેહવ્યાપારનો કાળો કાર્રોબાર...આ વખતે જીલ્લો છે.. બનાસકાંઠા... જિલ્લાનાં ડીસા શહેરમાંથી કુટણખાના પર પોલીસે છાપેમારી કરી છે, અને કુટણખાનું ચલાવતી બે મહિલા સહિત પાંચ લોકોની અટકાયત પોલીસે છાપેમારી દરમિયાન કરી છે, ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ-2 માંથી પોલીસે કુટણખાનું ઝડપી પાડયું છે. અને દેહવ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને કુટણખાનું ચાલતું હોવાની માહિતી મળતાં જ તેમણે આજે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2 માં તપાસ હાથ ધરી હતી...

અને પોલીસે બે ડમી ગ્રાહક મોકલી ડીકોય ગોઠવી હતી અને ડમી ગ્રાહકને રહેણાંક મકાનમાં ગ્રાહક તરીકે મોકલ્યો હતો બાદમાં પોલીસે દરોડા પાડતા ઘરમાંથી બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપારનો ધંધો કરતા હોવાનું માલુમ પડ્યું હતું. અને આ કુંટણખાનમાંથી બે મહિલાઓ અને 3 પુરુષો રંગે હાથ ઝડપાઇ જવા પામ્યા છે, પોલીસે સ્થળ પરથી કોન્ડમ, એચ.આઈ.વી.કીટ અને મોબાઇલ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.