શહેરમાં બે સ્થળોએ થી જુગારધામ ઝડપાયા 

10 પુરુષો અને 5 મહિલાઓ ઝડપાઈ 

શહેરમાં બે સ્થળોએ થી જુગારધામ ઝડપાયા 

Mysamachar.in-જામનગર:

ગઈકાલે જ રાજ્યપોલીસવડા દ્વારા દારુ જુગારની પ્રવૃતિઓ પર તૂટી પાડવા પોલીસને આદેશ કરી દેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે જામનગર શહેરમાં બે સ્થળોએ પોલીસે જુગારના અખાડા ઝડપી પાડ્યા છે, જેમાં ગોકુલનગર નજીક શ્યામનગરમાં મંજુબેન કિશોરભાઈ રાંદલપરાને ઘરે ચાલતા જુગારધામ પરથી એલસીબીએ 46000ના મુદામાલ સાથે મંજુ કિશોરકુમાર રાંદલપરા, દિવ્યા મહેશભાઇ કાથરાણી, હર્ષાબેન ધનજીભાઇ પરમાર, ભનીબેન લાખાભાઇ ઓડેદરા શાંતાબેન પરસોતમભાઇ શેઠીયા, આમદ ઉર્ફે મામદ તૈયબભાઇ ચના ને ઝડપી પાડ્યા છે,

તો બીજા દરોડાની કાર્યવાહી રાજકોટ રેંજ આઈ.જી.ની સાયબર સેલ ટીમ દ્વારા કરવામાં આવી જેમાં સીટી એ ડીવીઝન પોલીસ મથકની હદમાં વાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 76,100 રોકડા અને બાઈક મોબાઈલ સહીત 2.25 લાખના મુદામાલ સાથે બશીર બલો રહિમભાઈ મેતર, સુરેશ કોડામલ અંબવાણી, રાહુલ મહેતા, નાથા વાસાભાઈ માટીયા, હરેશ  કાળાભાઈ આસુંદ્રા, આરીફ ઈબ્રાહીમભાઈ સમા, જગા મેરકભાઈ ચાવડા, ચેતન મધુસુધનભાઈ પંડ્યા, અનીલ કાનજીભાઈ દેવજીભાઈ કછેટીયા ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.