Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં આવેલ કૃષ્ણનગરમાં મહિલા સંચાલિત મહિલાઓના જુગારધામ પર સી ડીવીઝન પોલીસે દરોડો પાડી મહિલાઓને ઝડપી પાડી છે.પોલીસ ચોપડે નોંધાયેલ વાગીતો પ્રમાણે શિલ્પાબેન બથીયા નામની મહિલા કૃષ્ણનગર શેરી નં.3, બ્રાહ્મણ બોડીંગની પાછળ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમા બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉધરાવી ગંજીપતાના પાના વડે જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમિયાન સી ડીવીઝન પોલીસે રેઇડ કરતા સાત મહીલાઓ જુગાર રમતા રોકડા રૂ.18,350/- 5 મોબાઇલ ફોન જેની કી.રૂ.1,70,000/- ગણી એમ કુલ કિ.રૂ.1,88,350/- ના મુદામાલ સાથે નીચે દર્શાવેલ નામોવાળી મહિલાઓ સામે પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.
– શીલ્પાબેન નીલેષભાઇ બથીયા રહે કૃષ્ણનગર શેરી નં.3, બ્રાહ્મણ બોડીંગની પાછળ, જામનગર
– રીયાબેન નીલેશભાઇ બથીયા ક્રુષ્ણનગર શેરી નં-3 બ્રાહ્મણબોડીગ બાજુમા જામનગર
– અલ્પાબેન હીતેનભાઇ ગોપવાણી રહે-હરીયા સ્કુલની બાજુમાં GIDC કવાટર રૂમ નં-3 જામનગર
– કવીતાબેન પ્રઘ્યુમનભાઇ શર્મા રહે-હિરજી મિસ્ત્રી રોડ કલ્પતરુ એપાર્ટમેંટ ફેલ્ટ નં-305 જામનગર
– દમયંતીબેન શાંન્તીભાઇ માનસેતા રહે- મેહુલપાર્ક ગાંઘીનગર જલારામ મંદીર પાછ્ળ જામનગર
– વીણાબેન દીલીપભાઇ બદીયાણી રહે- જલાની જાર ચોકસી ફળી જામનગર
– કોમલબેન કનૈયાભાઇ ચાગલાણી રહે- ક્રીષ્નાકોલોની દીપ્લોટ-58 જામનગર