Mysamachar.in-રાજકોટ :
રાજકોટ જીલ્લાના ગોંડલના સ્ટેશન પ્લોટમાં ધમધમતા કુટણખાને પોલીસે દરોડો પાડી દેહવિક્રયના ધંધામાં ધકેલાયેલી બે યુવતીને મુક્ત કરાવી હતી. આ દરોડામાં કૂટણખાનું ચલાવતી મહિલા તેમજ દલાલની પોલીસે ધરપકડ કરી હતી.ગોંડલ શહેરના પોશ વિસ્તાર સ્ટેશન પ્લોટમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી એ એચ ટી યુ શાખાને મળતા પોલીસે ટીમ સાથે સ્ટેશન પ્લોટ શેરી નંબર 4 માં છટકું ગોઠવ્યું હતું અને ભાડાના મકાનમાં રહેતી મહિલા પાસે ડમી ગ્રાહક મોકલીને આ કૂટણખાનું ઝડપ્યું હતું. તેમજ ત્યાંથી રાજકોટ અને કલકત્તાની બે યુવતીઓને દેહવિક્રયના ધંધામાં ધકેલી દેવામાં આવી હોય બન્ને યુવતીઓને મુક્ત કરાવી હતી,
કૂટણખાનુ ચલાવતી મહિલા ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંકની ધરપકડ કરી હતી. પોલીસે આ ઘટનામાં ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેહવિક્રયના ધંધામાંથી મુક્ત થયેલી યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે, ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને એક ગ્રાહક દીઠ માત્ર પાંચસો રૂપિયા આપતી હતી. દિસ દરમિયાન પાંચથી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો.