કડવા પાટીદાર સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર આરોપીનું સીટી એ પોલીસ એ કાઢ્યું  સરઘસ...

VIDEO અહી જુઓ..

mysamachar.in-જામનગર 

જામનગરના લાલપુર બાયપાસ રોડ પર વસવાટ કરતાં જીતુ નીલેશભાઈ હરસોડા અને ધ્રોલના ત્રિકોણબાગ મહાદેવ ડેરી નજીક રહેતા રેનીશ પટેલ નામના બને યુવકોએ પોતાના ફેસબુકમાં લાઈવ કરી અને ગુજરાત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલને તેમજ કડવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓને સંબોધીને અભદ્ર ટીપ્પણીઓ કરવા ઉપરાંત જામનગર પાસ કન્વીનર વસંત કાનાણી તેમજ પાસ ટીમને ઘોદો મારી દેવાના શબ્દોનો પ્રયોગ થયાનું પણ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સીટી એ ડીવીઝન પોલીસ એ આરોપી જીતુ હરસોડા ને ઝડપી પાડ્યા બાદ હાથમાં હાથકડી સાથે હવાઈચોક ખંભાળિયા ગેટ સહિતના વિસ્તારોમાં ફેરવ્યો હતો,આ સરઘસવેળાએ સીટી એ ડીવીઝન પીઆઈ કે.કે.બુવડ સહિતનો પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.